1 / 2
2 / 2

Aditya

આદિત્ય કલાસીસના બ્લોગમાં આપનું ઉષ્માભર્યુ સ્વાગત છે.... ભલે-પધાર્યા

20/03/2024

વેકેશનનો આટલો બધો સમય આમજ વેડફી નાખવાનો ???

 વિદ્યાર્થી મિત્રો......

તમે એવુ વિચારતા હશો કે ..... હાશ... આજે છેલ્લુ પેપર ... હવે તો આરામ કરીશું ....ખુબજ નિંદર કરીશું....મોબાઇલમાં ગેમ રમીશું....ટીવીના પ્રોગ્રામો જોઇશું .... વગેરે...વગેરે સાચુને ?
વેકેશનનો આટલો બધો સમય આમજ વેડફી નાખવાનો ???
મિત્રો, તમને મનમાં પ્રશ્ન થતો હશે કે વેકેશન સમયમાં કઈ-કઈ પ્રવ્રતિઓ કરવી જોઈએ.... ???
જો આવો પ્રશ્ન થતો હોય તો તમારા માટે પ્રવૃતિઓનું એક લીસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને ઉપયોગી થશે તેવી આશા...
૧) માતા-પિતાને તેની પ્રવૃતિમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરો.
૨) ઘરના અન્ય કામોમાં મદદરૂપ થાઓ ..આપના પિતાશ્રીના ધંધા/વ્યવસાયમાં મદદરૂપ થાઓ .
૩) અલગ- અલગ દૈનિક પેપરો (છાપા)નું વાંચન કરો. જો આપને ત્યા પેપર ન આવતુ હોય,તો મોબાઇલમાં
ઇ-પેપર વાંચો (ઇ-પેપર વાંચવા માટે અહીં https://adityamorbi.blogspot.com/p/daily-news-papers-all-gu… ક્લિક કરો )
૪) આપને મનગમતા પુસ્તકોનું વાંચન કરો (ઇ-પુસ્તકાલય અને પુસ્તકો વાંચવા માટે અહીં https://adityamorbi.blogspot.com/p/blog-page_17.html ક્લિક કરો )
5) જો આપ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય,તો તમારો બ્લોગ જાતે બનાવતા શીખો
(કઈ રીતે બ્લોગ બનાવવો તે શીખવા અહીં https://adityamorbi.blogspot.com/p/google-blogger.html ક્લિક કરો)
૬) આ સમય દરમ્યાન શોર્ટ ટાઇમ થતા કોર્સમાં જોડાઓ .. જેવા કે અલગ-અલગ કમ્પ્યુટરના કોર્સ, એકાઉંટીંગના કોર્સ,
સ્પોકન ઇંગ્લીસના કોર્સ, બહેનો માટે બ્યુટીપાર્લર, મહેંદી ,શીવણ,, વગેરે...વગેરે..
૭) આપની આસપાસ થતી સામાજીક/ધાર્મીક પ્રવૃતીઓમાં જોડાઓ .
૮) ઘરના સભ્યો કે મિત્રો સાથે નાની ટુરની મજા માણો.
૯) એંડ્રોઇડ મોબાઇલ એપ બનાવતા શીખો (કઈ રીતે એપ બનાવવી તે શીખવા અહીં https://www.youtube.com/watch?v=d__X1apl2FM
ક્લિક કરો)
૧૦) મનગમતા ગીતો /જોકસ સાંભળો.
૧૧) જનરલ નોલેજની તૈયારી કરો.... સ્પર્ધાત્મક પરીક્ષા આપો ત્યારે કામ લગશે.
એ.એ.મોરડીયા
આદિત્યા ક્લાસીસ–મોરબી
જો આપને ગમ્યુ હોય,તો શેર કરવાનું ભુલતા નહીં હો...
આ યાદી સીવાયની પ્રવૃતી કોમેંટ્મા જણાવશોજી...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો