1 / 2
2 / 2

Aditya

આદિત્ય કલાસીસના બ્લોગમાં આપનું ઉષ્માભર્યુ સ્વાગત છે.... ભલે-પધાર્યા

22/04/2020

22, એપ્રિલ: વિશ્વ પૃથ્વી દિવસે કોરોનાનો આભાર..સમજાય તેને નમસ્કર...





(આવો જાણીએ આ દિવસનો ઇતિહાસ અને તેનું મહત્વ)




વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22મી એપ્રિલના રોજ ઉજવાય છે. પર્યાવરણ અને પ્રકૃતિને લગતા ઘણા કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે. તો આવો જાણીએ, શું છે આ દિવસનો ઈતિહાસ, અને તેનું મહત્વ…
ઈતિહાસ અને મહત્વ:
22 એપ્રિલ 1970 થી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ અર્થ ડે ઉજવવામાં આવે છે. હાલ 193 કરતાં પણ વધારે દેશો વર્લ્ડ અર્થ ડે ઉજવે છે.
એક પૂર્વ અમેરિકન નેતા ગેયલર્ડ નેલ્સને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતતાને ધ્યાનમાં લઈ આ દિવસ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય તેવું જાહેર કર્યું હતું. લડાઈ મુદ્દે વેડફાતી ઉર્જાને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતતા તરફ વાળી પર્યાવરણનું જતન થઈ શકે, એવા જ કઈક વિચારો સાથે તેઓએ 22 એપ્રિલની તારીખને વર્લ્ડ અર્થ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
તે વખતે 20 મિલિયન અમેરિકનોએ ગલીઓ, બગીચાઓ તેમજ વિભિન્ન જગ્યાએ ભેગા થઈ પ્રકૃતિની જાણવણીના ઝુંબેશ સાથે રેલીઓ કાઢી હતી. ગટરો, નાળીઓ, જળાશયો વગેરેની નિયમિત સાફ-સફાઈ તેમજ કુદરતી જળ સંગ્રહોની માવજત મુદ્દે પણ લોકોને જાગૃત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં 50મો વર્લ્ડ અર્થ ડે હશે, 50 વર્ષથી ચાલનારા આ ઝુંબેશના સર્વે રૂપે નોંધ લેવામાં આવશે. દર વર્ષે આ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે અવનવી થીમ્સ નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે “Protect your Species” આ થીમ નક્કી કરવામાં આવી છે. લુપ્ત થતી પ્રજાતિઓનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે, બસ આ જ મહત્વને ધ્યાનમાં રાખી આ વખતે આ થીમ નક્કી કરવામાં આવી છે.
અવનવા બેનરો, રેલીઓ, પોસ્ટરો, નાટકો, ફિલ્મો દ્વારા આ થીમ અંગે સામાન્ય પ્રજામાં જાગૃતિ લાવવામાં આવશે અને વર્લ્ડ અર્થ ડે ની ઉજવણી કરવામાં આવશે. ગયા વર્ષે પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં પ્રદૂષણને અટકાવવું કેટલું જરૂરી છે એ સંબંધિત થીમ રાખવામાં આવી હતી.
તો, આવો વર્લ્ડ અર્થ ડે ના સઘળાં દિવસે આપણે સૌ આ પૃથ્વી તેમજ પર્યાવરણનું પૂરેપુરું જતન કરીશું, તેવા નિશ્ચય સાથે આ દિવસને ઉજવીએ…!!!

1 ટિપ્પણી: