1 / 2
2 / 2

Aditya

આદિત્ય કલાસીસના બ્લોગમાં આપનું ઉષ્માભર્યુ સ્વાગત છે.... ભલે-પધાર્યા

27/04/2019

પોસ્ટ ઓફિસ ની સ્કીમ


પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ: 100 રૂપિયા ભરીને આ રીતે મેળવો 10 લાખ રૂપિયા

હાલના સમયમાં દરેક વ્યક્તિને પૈસા કમાવા છે પરંતુ જે વ્યક્તિ ભવિષ્ય માટે પૈસા બચાવવાનો વિચારે છે તે જ સાચો બુદ્ધિમાન છે. આજે તો અમે તમને પોસ્ટ ઓફિસની એવી સ્કીમ જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ખાતું ખોલાવી તમે થોડાક જ વર્ષોમાં લખપતિ બની જશો. મહત્વની વાત તો એ છે કે આ સ્કીમમાં તમારા માત્ર 100 રૂપિયાનું જ રોકાણ કરવું પડશે. ચાલો અમે તમને આ પોસ્ટ ઓફિસ ની સ્કીમ જણાવી દઈએ.





અમે જે સ્કીમ ની વાત કરી રહ્યા છીએ તે પોસ્ટ ઓફિસની PPF સ્કીમ છે. તમે જાણકારી આપી દે કે પોસ્ટ ઓફિસ નો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF રોકાણ માટે હાલના સમયમાં ખૂબ જ લાભદાયક છે. આ કાઉન્ટમાં દરરોજ 100 રૂપિયાની બચત કરવાની રહેશે એટલે કે મહિને ૩૦૦૦ ની બચત થશે. આમ કરવાથી સ્કીમના અંતે તમને 10 લાખ રૂપિયા મળશે. ચાલો જાણીએ કઈ રીતે બનશે આ ફંડ.


આ રીતે બનશે ૧૦ લાખનું ફંડ :-


1. આ સ્કીમ હેઠળ તમારે દરરોજના 100 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે એટલે કે માસિક 3000 રૂપિયા અને વાર્ષિક ૩૬ હજાર રૂપિયાનું રોકાણ થશે.


2. જો આમ તમે સતત પંદર વર્ષ સુધી રોકાણ કરો તો રોકાણના અંતે 5 લાખ 40 હજાર રૂપિયા એકઠા થશે.


3. PPF માં વાર્ષિક ૮ ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે જે તમારી રકમમાં ઉમેરાતું જશે.


4. જો 15 વર્ષ સુધી તમને આમ નામ વ્યાજ મળતું રહે તો કુલ રકમ 10 લાખથી વધી જશે.


5. એટલે તમને તમારી રકમ પર 5.5 લાખ રૂપિયાની વધારાની રકમનો ફાયદો થશે.



જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા E mail પર મોકલાવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો