1 / 2
2 / 2

Aditya

આદિત્ય કલાસીસના બ્લોગમાં આપનું ઉષ્માભર્યુ સ્વાગત છે.... ભલે-પધાર્યા

20/03/2024

વેકેશનનો આટલો બધો સમય આમજ વેડફી નાખવાનો ???

 વિદ્યાર્થી મિત્રો......

તમે એવુ વિચારતા હશો કે ..... હાશ... આજે છેલ્લુ પેપર ... હવે તો આરામ કરીશું ....ખુબજ નિંદર કરીશું....મોબાઇલમાં ગેમ રમીશું....ટીવીના પ્રોગ્રામો જોઇશું .... વગેરે...વગેરે સાચુને ?
વેકેશનનો આટલો બધો સમય આમજ વેડફી નાખવાનો ???
મિત્રો, તમને મનમાં પ્રશ્ન થતો હશે કે વેકેશન સમયમાં કઈ-કઈ પ્રવ્રતિઓ કરવી જોઈએ.... ???
જો આવો પ્રશ્ન થતો હોય તો તમારા માટે પ્રવૃતિઓનું એક લીસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને ઉપયોગી થશે તેવી આશા...
૧) માતા-પિતાને તેની પ્રવૃતિમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરો.
૨) ઘરના અન્ય કામોમાં મદદરૂપ થાઓ ..આપના પિતાશ્રીના ધંધા/વ્યવસાયમાં મદદરૂપ થાઓ .
૩) અલગ- અલગ દૈનિક પેપરો (છાપા)નું વાંચન કરો. જો આપને ત્યા પેપર ન આવતુ હોય,તો મોબાઇલમાં
ઇ-પેપર વાંચો (ઇ-પેપર વાંચવા માટે અહીં https://adityamorbi.blogspot.com/p/daily-news-papers-all-gu… ક્લિક કરો )
૪) આપને મનગમતા પુસ્તકોનું વાંચન કરો (ઇ-પુસ્તકાલય અને પુસ્તકો વાંચવા માટે અહીં https://adityamorbi.blogspot.com/p/blog-page_17.html ક્લિક કરો )
5) જો આપ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય,તો તમારો બ્લોગ જાતે બનાવતા શીખો
(કઈ રીતે બ્લોગ બનાવવો તે શીખવા અહીં https://adityamorbi.blogspot.com/p/google-blogger.html ક્લિક કરો)
૬) આ સમય દરમ્યાન શોર્ટ ટાઇમ થતા કોર્સમાં જોડાઓ .. જેવા કે અલગ-અલગ કમ્પ્યુટરના કોર્સ, એકાઉંટીંગના કોર્સ,
સ્પોકન ઇંગ્લીસના કોર્સ, બહેનો માટે બ્યુટીપાર્લર, મહેંદી ,શીવણ,, વગેરે...વગેરે..
૭) આપની આસપાસ થતી સામાજીક/ધાર્મીક પ્રવૃતીઓમાં જોડાઓ .
૮) ઘરના સભ્યો કે મિત્રો સાથે નાની ટુરની મજા માણો.
૯) એંડ્રોઇડ મોબાઇલ એપ બનાવતા શીખો (કઈ રીતે એપ બનાવવી તે શીખવા અહીં https://www.youtube.com/watch?v=d__X1apl2FM
ક્લિક કરો)
૧૦) મનગમતા ગીતો /જોકસ સાંભળો.
૧૧) જનરલ નોલેજની તૈયારી કરો.... સ્પર્ધાત્મક પરીક્ષા આપો ત્યારે કામ લગશે.
એ.એ.મોરડીયા
આદિત્યા ક્લાસીસ–મોરબી
જો આપને ગમ્યુ હોય,તો શેર કરવાનું ભુલતા નહીં હો...
આ યાદી સીવાયની પ્રવૃતી કોમેંટ્મા જણાવશોજી...

19/05/2021

## Addmissions Open##

Free......Free........Free..

7 દિવસ સુધી સંપૂર્ણ ફ્રી Live Demo કલાસ

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર... 

આપે... ધોરણ 10 માસ પ્રમોશન સાથે પાસ કર્યુ. હવે હાલની પરિસ્થિતિમાં ઘરે રહી સુરક્ષિત રહી ધોરણ 11 કોમર્સના ખુબ જ અગત્યના વિષય Account અને Stat નો અભ્યાસ . 20 વર્ષના અનુભવી એવા મોરડીયા સરના આધુનિક ટેકનોલોજી સાથેના.... Online Digital Live Classes સાથે જોડાઈને કરો શરૂ.... એ પણ.... 7 દિવસ સુધી સંપૂર્ણ ફ્રી (મફત)માં ...અને ત્યાર બાદ...90% સુધી સ્કોલરશીપનો લાભ તો ખરો જ....તો.. હવે.. રાહ... સેની.. જુઓ છો... કરો.. નીચે આપેલ લિંક પર ક્લિક અને કરાવો આપનુ રજીસ્ટ્રેશન....

 https://forms.gle/KFLnhcmEoeXA9f7fA

05/06/2020

વિશ્વ પર્યાવરણ દિવસ


વિશ્વ પર્યાવરણ દિવસ



જન માનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન "વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઉજવાય છે
૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને ""વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.
જન માનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. ૫મી જૂને ""વિશ્વ પર્યાવરણ દિન''ની ઊજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે.
સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ દિને કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સુત્ર આપે છે. જેના ફલ સ્વરૂપે સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવું.
પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય પ્રયત્નો થયા છે. એન્ટાકર્ટિકા ખંડનું પર્યાવરણ જાળવવાનો પ્રોટોકોલ, જૈવ વિવિધતાં જાળવવાની સંધિ, મહાસાગરોમાંની જૈવિક અને માછીમારી સંપતિને જાળવવાની સંધિ, વિવિધ પ્રદૂષણયુક્ત વાયુને ફેલાતો અટકાવવા માટેના પ્રોટોકોલ, વ્હેલના શિકારના નિયમો અંગેના કરાર, ઓઝોનના સ્તરને બચાવવા અંગે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, મોસમ પરિવર્તન માટે જવાબદાર મનાતા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ધટાડવાની સંધિ જેવા કેટલાંય વૈશ્વિક કરારો અસ્તિત્વમાં છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. કોઇ સ્થાનિક પર્યાવરણીય સમસ્યાની અસર જે તે સ્થળ પુરતી રહેતી નથી. તેની અસર ધણાં મોટા વિસ્તારોમાં અને મોટાભાગે લાંબાગાળાની હોય છે. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ક્લાઇમેન્ટ ચેન્જ અંગે ""કન્વીનીઅન્ટ એકશન'' નામનું લખેલ પુસ્તક સ્પષ્ટ કરે છે કે, આપણે પર્યાવરણ અંગે કેટલા સંવેદનશીલ છીએ.
આપણે પ્રગતિ અને વિકાસના ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેનું ગૌરવ અનુભવીએ છીએ તેના પાયામાં આપણા રાજ્યને મળેલા પ્રાકૃતિક વૈવિધ્યનો સિંહફાળો છે. દેશનો લાંબામાં લાંબો દરિયાકાંઠો ધરાવતાં રાજ્યનું ગૌરવ હાંસલ કરવાની બાબતે વિચારીશું તો જોઇ શકાય કે લાંબા દરિયાકાંઠાના કારણે જ રાજ્યના દરિયાકાંઠે વૈવિધ્યપૂર્ણ પરિસર તંત્રો અસ્તિત્વમાં આવેલ છે. ખારો રણ પ્રદેશ, ધાંસિયા મેદાનો તથા ભાંભરા પાણીના વિસ્તારો એ ઉભા કરેલ વિવિધ પરિસર તંત્રો, રાજ્યના જૈવિક વૈવિધ્યને સમૃદ્ધ કરે છે. ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીના વન વિસ્તારોનો જળસ્ત્રાવ ધરાવતી મહી અને તાપી જેવી નદીઓના કારણે રાજ્યમાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત ખેતી ઉત્પાદનો અને આવકમાં મોખરાનું સ્થાન મેળવીને સમૃદ્ધિના ખોળે બેઠેલ છે. ગુજરાતની સુખ અને સમૃદ્ધિમાં નર્મદા નદીનો ફાળો કંઇ નાનોસૂનો નથી. નર્મદાના જળ થકી જ આજે ગુજરાત સાચા અર્થમાં સ્વર્ણિમ બની રહ્યું છે.
દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ધાસિયા મેદાનો, અરવલ્લી-સહયાદ્રી-સાતપુડાની ગિરિમાળાઓ, ચેરના વનો જેવા વૈવિધ્ય સભર રાજ્યના પરિસરતંત્રોના પરિણામે રાજ્ય વાનસ્પતિક અને પ્રાણી સૃષ્ટિનું વૈવિધ્ય ધરાવે છે. પરિણામે રાજ્યમાં વિશ્વકક્ષાએ દુર્લભ કહી શકાય તેવા સિંહ, ધુડખર જેવા સસ્તન પ્રાણીઓ, દરિયાઇ જીવો તથા વનસ્પતિઓ જોવા મળે છે રાજ્યની સમૃદ્ધિ અને વિકાસ આજે વિશ્વ કક્ષાએ ધ્યાન ખેંચી રહેલ છે ત્યારે તેના પાયામાં રાજ્યની પ્રાકૃતિક સંપદાનું મોટું પ્રદાન છે. ગુજરાતને સતત પ્રગતિના પંથે અગ્રેસર રાખવું હશે તો આપણે સહુએ પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરતાં શીખવું પડશે. પર્યાવરણીય સંપદા સ્વચ્છ, સ્વસ્થ અને ટકાઉ હશે તો જ વિકાસ શક્ય બનશે. ગુજરાતની પ્રજા શાણી અને સમજુ છે. અહિંસા આપણો જીવન મંત્ર છે. પ્રકૃતિપ્રેમ અહીની સંસ્કૃતિ છે.
ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. તદ્ઉાપરાંત કર્કવૃત્ત આપણા રાજ્યમાંથી પસાર થતું હોઇ સૌર ઊર્જા વિપુલ માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ સૌર ઊર્જાના મોટામાં મોટા સ્ત્રોતનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ દ્વારા વિજળી પ્રાપ્ત કરવાના લક્ષને આપણે પ્રાથમિકતા આપી છે. વિશ્વની સૌથી પ્રથમ સોલર સીટી પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રસ્થાપિત કરવાની શરૂઆત કરી ગુજરાત સોલર એનર્જી હબ બનવાની દિશામાં અગ્રેસર રહેલ છે. પ્રદૂષણ મુક્ત ઊર્જા મેળવવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ. પરંતુ વધારેમાં વધારે પ્રયત્નો કરી વિશ્વમાં ગુજરાત નંબર-૧ બને તે દિશામાં આ એક મહત્વનું પગલું ગણી શકાય. લાકડાનો બાંધકામ અને ફર્નીચર વગેરે કામોમાં વધારેમાં વધારે ઉપયોગ કરી વાતાવરણમાંના કાર્બનને સીલ કરવામાં આવશે તો હવામાનમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ નિયંત્રિત કરવામાં ઉપયોગી થશે. આ માટે ""વધુ વૃક્ષો વાવો''ની ઝૂંબેશ અતિ અનિવાર્ય છે.
""વિશ્વ પર્યાવરણ દિને'' સહુ સંકલ્પ લઇએ- કૃષિ, ઉઘોગ, શિક્ષણ જેવા જે વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચત્તમ શિખરો સર કર્યા છે. તેને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ બનાવીએ

04/06/2020

RAJY NI COLLEGE UNIVERSITY MATE NI PARIXAO NU AAYOJAN KARVA BABAT ANE AAGAMI SHAIKSHNIK VARSH NI PRAVESH PRAKRIYA BABAT LATEST PARIPATRA.
LATEST PARIPATRA DATE:- 03/06/2020

02/06/2020

Avast Antivirus

Download Avast Antivirus – Scan & Remove Virus, Cleaner Android App



Avast Antivirus – Scan & Remove Virus, Cleaner apkmirror

The description of Avast Antivirus – Scan & Remove Virus, Cleaner: 

Android Mobile Security 2020 with Free Antivirus, Virus cleaner & Phone cleaner
Protect against viruses & other types of malware with Avast Mobile Security, the world’s most trusted free antivirus app for Android.
Protect your privacy by receiving alerts when spyware or adware-infected apps are downloaded onto your device. Secure your device against phishing attacks from emails, phone calls, infected websites, or SMS messages. Turn on the VPN to keep your online browsing private and safe, as well as to access your favorite paid streaming services when traveling abroad
With more than 100 million installs, Avast Mobile Security & Antivirus provides much more than just antivirus protection. Other features include:
✔ Antivirus Engine
✔ App Lock
✔ Anti-Theft
✔ Photo Vault
✔ VPN (virtual private network)
✔ Power Save
✔ Privacy Permissions
✔ RAM Boost
✔ Junk Cleaner
✔ Web Shield
✔ Wi-Fi Security
✔ App Insights
✔ Virus Cleaner
✔ Wi-Fi Speed Test
Avast Mobile Security & Antivirus in detail
■ Antivirus Engine: Automatically scan for viruses and other kinds of malware, including spyware, Trojans, and more. Web, file, and app scanning provides complete mobile protection.
■ App Insights: Discover how much time you spend using each app on your device and take back control of your phone-life balance.
■ Junk Cleaner: Instantly clean out unnecessary data, junk files, system caches, gallery thumbnails, installation files, and residual files to give you more space.
■ Photo Vault: Secure your photos with a PIN code, pattern, or fingerprint password. After moving photos to the Vault, they are fully encrypted and only accessible to you.
■ Web Shield: Scan and block malware-infected links, as well as Trojans, adware, and spyware (for privacy and safe web browsing, e.g. Chrome). It also fixes mistyped URLs.
■ Wi-Fi Security: Check the security of public Wi-Fi networks and email messages, browse safely, and make secure online payments from anywhere.
■ Power Save: Reduces your device's battery consumption by adjusting battery-draining settings such as Wi-Fi, data synchronization, Bluetooth, and screen settings.

Download Avast antivirus Click here

This app uses the Device Administrator permission. This permission allows you to remotely lock and wipe your device from my.avast.com.
This app uses the Accessibility permission to protect visually impaired and other users against phishing attacks and malicious websites.

22/04/2020

22, એપ્રિલ: વિશ્વ પૃથ્વી દિવસે કોરોનાનો આભાર..સમજાય તેને નમસ્કર...





(આવો જાણીએ આ દિવસનો ઇતિહાસ અને તેનું મહત્વ)




વર્લ્ડ અર્થ ડે એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22મી એપ્રિલના રોજ ઉજવાય છે. પર્યાવરણ અને પ્રકૃતિને લગતા ઘણા કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે. તો આવો જાણીએ, શું છે આ દિવસનો ઈતિહાસ, અને તેનું મહત્વ…
ઈતિહાસ અને મહત્વ:
22 એપ્રિલ 1970 થી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ અર્થ ડે ઉજવવામાં આવે છે. હાલ 193 કરતાં પણ વધારે દેશો વર્લ્ડ અર્થ ડે ઉજવે છે.
એક પૂર્વ અમેરિકન નેતા ગેયલર્ડ નેલ્સને પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતતાને ધ્યાનમાં લઈ આ દિવસ વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય તેવું જાહેર કર્યું હતું. લડાઈ મુદ્દે વેડફાતી ઉર્જાને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતતા તરફ વાળી પર્યાવરણનું જતન થઈ શકે, એવા જ કઈક વિચારો સાથે તેઓએ 22 એપ્રિલની તારીખને વર્લ્ડ અર્થ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
તે વખતે 20 મિલિયન અમેરિકનોએ ગલીઓ, બગીચાઓ તેમજ વિભિન્ન જગ્યાએ ભેગા થઈ પ્રકૃતિની જાણવણીના ઝુંબેશ સાથે રેલીઓ કાઢી હતી. ગટરો, નાળીઓ, જળાશયો વગેરેની નિયમિત સાફ-સફાઈ તેમજ કુદરતી જળ સંગ્રહોની માવજત મુદ્દે પણ લોકોને જાગૃત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં 50મો વર્લ્ડ અર્થ ડે હશે, 50 વર્ષથી ચાલનારા આ ઝુંબેશના સર્વે રૂપે નોંધ લેવામાં આવશે. દર વર્ષે આ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે અવનવી થીમ્સ નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે “Protect your Species” આ થીમ નક્કી કરવામાં આવી છે. લુપ્ત થતી પ્રજાતિઓનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે, બસ આ જ મહત્વને ધ્યાનમાં રાખી આ વખતે આ થીમ નક્કી કરવામાં આવી છે.
અવનવા બેનરો, રેલીઓ, પોસ્ટરો, નાટકો, ફિલ્મો દ્વારા આ થીમ અંગે સામાન્ય પ્રજામાં જાગૃતિ લાવવામાં આવશે અને વર્લ્ડ અર્થ ડે ની ઉજવણી કરવામાં આવશે. ગયા વર્ષે પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં પ્રદૂષણને અટકાવવું કેટલું જરૂરી છે એ સંબંધિત થીમ રાખવામાં આવી હતી.
તો, આવો વર્લ્ડ અર્થ ડે ના સઘળાં દિવસે આપણે સૌ આ પૃથ્વી તેમજ પર્યાવરણનું પૂરેપુરું જતન કરીશું, તેવા નિશ્ચય સાથે આ દિવસને ઉજવીએ…!!!

18/04/2020

Digitalgujarat.gov.in lockdown pass






કેવી રીતે અરજી કરવી :
ગુજરાત કર્ફ્યુ ઇ પાસ ઓનલાઇન કાર્યવાહી

પગલું 1: પ્રથમ પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાવ. - અહીં ક્લિક કરો
પગલું 2: પછી નવું નોંધણી વિકલ્પ (નાગરિક) Online Registration
                પર જાવ - અહીં ક્લિક કરો
પગલું 3: હવે “રજિસ્ટર્ડ મોબાઈલ નંબર” અથવા "ઇમેઇલ આઈડી" પસંદગી અને                              Login પર ક્લિક કરો
પગલું 4: સેવા પર ક્લિક કરો પછી, એપ્લિકેશન પત્ર ખોલો. કૃપા કરીને બધા 
                અનવાર્યા ક્ષેત્ર ભરો (*) અને Submit બટન પર ક્લિક કરો
પગલું 5:  જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા માટે  "Attach Annexure " બટન પર 
                ક્લિક કરો. પછી Save બટન પર ક્લિક કરો 
પગલું 6: Submit કરો બટન પર ક્લિક કરો, પછી Acknowledgement Slip  મળશે

           હવે તમારે મંજૂરીની રાહ જોવી જોઈએ. તમને તમારા ઇ.મેઇલ અથવા એસ.એમ.એસ. અથવા વ્હોટ્સ એપ પર તમારો ઇ પાસ મળશે.

ગુજરાત કર્ફ્યુ પાસ માટે માન્યતા અવધિ 

        ગુજરાત કર્ફ્યુ ઇ પાસ ઇ-પાસ પરની ઉલ્લેખિત તારીખ અને 
સમય મુજબ જ માન્ય છે. તે તારીખ સુધી અદા કરવી કે નહીં 
તે વિભાગની સ્વતંત્ર સત્તા છે. તેથી, માન્યતા અવધિનો ઉલ્લેખ 
ઇપાસ પર કરવામાં આવશે.

નોંધ: તમારે નીચેના દસ્તાવેજો અને પાસપોર્ટ સાઇઝ ફોટો જોડવાની જરૂર છે.

  • ઓળખ પુરાવા જોડાણ (કોઈપણ એક)
  • ગાડી ચલાવવાની પરવાનગી
  • કોઈપણ સરકારી. જારી કરાયેલ ઓળખકાર્ડ
  • દુકાનમાં કામ કરવાનો આઈડી પુરાવો સર્વિસ એટેચમેન્ટમાં પુરાવો જરૂરી છે
  • વાહન આર.સી.
  • Document અન્ય દસ્તાવેજ
  • સરકાર / નિગમમાં નોંધણીનો પુરાવો

           જો તમે આ સેવા મેળવવા માંગતા હો, તો નીચે આપેલ મૂવમેન્ટ પાસ 
વેબસાઇટનો ઉપયોગ કરીને તમારા રાજ્ય માટે ઇ-પાસ માટે અરજી કરો:

અરજી કરવા અહીં ક્લિક કરો